View Hymn (Bhajan)
Hymn No. 2294 | Date: 28-Sep-19971997-09-281997-09-28ના માગો ઓળખાણ તમે અમારી કે, ધીરે ધીરે તમે અમને ઓળખી જશોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-mago-olakhana-tame-amari-ke-dhire-dhire-tame-amane-olakhi-jashoના માગો ઓળખાણ તમે અમારી કે, ધીરે ધીરે તમે અમને ઓળખી જશો
છીએ માટીના પૂતળા અમે કે, અમારી મલિનતા તરફ નજર તમે ના કરશો
કરશું અમે જો અમારા દર્દનું બયાન, તો દર્દ તમે તમારા બધા ભૂલી જાશો
રાખશો તમન્ના જેવી અમારી પાસેથી, એવું તો તમે વગર માંગે પામી જશો
ખૂશી ભર્યું હશે વર્તન તો ખૂશી નહીં તો, જીવનભર ફરિયાદ કરતા રહી જશો
ના કરજો ભૂલ અમને પોતાના અંદાજમાં બાંધવાની, કે ભ્રમમાં તમે રહી જશો
ઉડીએ છીએ અમે સતરંગી પાંખે, કયા રંગને તમે પસંદ કરશો
કરીને વિચાર અમારા વધારે, જીવનની અનમોલ પળોને ના બરબાદ કરશો
કરવો હોય તો પ્રેમ કરજો, એમાં જ તમે અમને પામી જાશો
બાકી ના કરતા વાત કે, વાત કરવાથી ના અમને તમે જાણી શકશો
ના માગો ઓળખાણ તમે અમારી કે, ધીરે ધીરે તમે અમને ઓળખી જશો