View Hymn (Bhajan)
Hymn No. 590 | Date: 07-Jan-19941994-01-071994-01-07સમજી ગયો ઇશારો પ્રભુ તારો, ખુદને એ જાણી ગયો, ખુદને એ પહેચાની ગયોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaji-gayo-isharo-prabhu-taro-khudane-e-jani-gayo-khudane-e-pahechaniસમજી ગયો ઇશારો પ્રભુ તારો, ખુદને એ જાણી ગયો, ખુદને એ પહેચાની ગયો,
જીવનના રહસ્યને સમજી ગયો, પડદો સમજદારીનો જ્યાં ખૂલી ગયો
તારી હરએક ઇશારતમાંથી જીવનનો સાર એ તો સમજી ગયો
સમજી વિચારીને કર્યા કાર્ય એવા એણે, સુખશાંતિને નોતરું આપી ગયો
જીવનના દુઃખથી મુક્ત થઈ ગયો, જ્યાં તારો પ્રેમી એ બની ગયો
બાંધ્યો સંબંધ પ્રભુ જ્યાં તારી સંગ, માયાના બંધનથી મુક્ત એ થઈ ગયો
સમજી ગયો જ્યાં એક ઇશારો તારો, તારી બધી મીઠી શરારતને એ સમજી ગયો
ના રહ્યા છૂપા કોઈ ભેદ, હરએક ભેદને એ પામી ગયો
કર્યા વર્તન એવા એણે, વર્તનથી પોતાના હરએક દિલને જીતી ગયો
હતું અધૂરું સ્વપ્ન યુગોનું, પામી પ્રેમ તારો સ્વપ્ન સાકાર એનું થઈ ગયું
સમજી ગયો ઇશારો પ્રભુ તારો, ખુદને એ જાણી ગયો, ખુદને એ પહેચાની ગયો