View Hymn (Bhajan)
Hymn No. 1628 | Date: 28-Jul-19961996-07-281996-07-28કોઈ મજબૂર છે, કોઈ મગરૂર છે, કોઈ મશહૂર છે, કોઈ કોઈનાથી દૂર છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-majabura-chhe-koi-magarura-chhe-koi-mashahura-chhe-koi-koinathi-duraકોઈ મજબૂર છે, કોઈ મગરૂર છે, કોઈ મશહૂર છે, કોઈ કોઈનાથી દૂર છે
આ જમાનો તો આવા ને આવા લોકોથી ભરાયેલો ભરપૂર છે
હોય કોઈ કેવો બી, પણ અહીં હરકોઈ નશાથી ચકચૂર છે
છે નશો સહુનો જુદો, પણ નશા વિના અહીં ના કોઈ ઇન્સાન છે
જુદાંજુદાં રંગોથી ને જુદાંજુદાં ચિત્રોથી, રંગાયેલો આ તો સંસાર છે
છે એમાં તો બધું જ, બસ એને પ્રાપ્ત કરવાની જરૂર છે, સમજવાની જરૂર છે
હોય કોઈ કેવો બી પાપી હોય કે દુષ્ટ, આખ રે એ પ્રભુનો જ અંશ છે
છે આ વાત કેવી વિચિત્ર, આ દુનિયા બીજું કાંઈ નહીં એનું એક ચિત્ર છે
છે જેની પાસે એને ના જરૂર છે, જરૂર છે જેને એનાથી એ ખૂબ દૂર છે
કાંઈક પામવા ને કાંઈક મેળવવા માટે જ ચાલુ આ ખેંચતાણ છે
કોઈ મજબૂર છે, કોઈ મગરૂર છે, કોઈ મશહૂર છે, કોઈ કોઈનાથી દૂર છે