View Hymn (Bhajan)
Hymn No. 1627 | Date: 28-Jul-19961996-07-281996-07-28મારી ભાવનાઓ જ્યાં અન્યની ભાવનાઓ સંગ ભળી રે ગઈSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mari-bhavanao-jyam-anyani-bhavanao-sanga-bhali-re-gaiમારી ભાવનાઓ જ્યાં અન્યની ભાવનાઓ સંગ ભળી રે ગઈ,
ના રહી શકી એ સ્થિર, ના રહેવા દીધો મને સ્થિર, મને એ તો હલાવી ગઈ.
જોડાઈ જ્યાં કોઈની ક્રોધભરી ભાવનાઓમાં ભાવનાઓ મારી,
ક્રોધની લપેટમાં મને લઈ રે ગઈ, ક્રોધની જ્વાળાથી મને જલાવી રે ગઈ.
જોડાઈ ગઈ જ્યાં કોઈની ઈર્ષાભરી ભાવનાઓમાં ભાવનાઓ મારી,
હૈયે આગ એ તો લગાવી રે ગઈ, હૈયાની શાંતિને એ હરી ગઈ
ના રહ્યો જ્યાં મારો કાબૂ મારા પર, ત્યાં નબળાઈ આવી રે ગઈ
મારી ભાવનાઓમાં રહી ના શક્યો સ્થિર હું, અન્ય ભાવનાઓમાં ખેંચાઈ ગયો
ક્રોધ જોઈને કોઈનો ક્રોધી બન્યો, લોભ જોઈ લોભી બન્યો, હાલત મારી એમાં ખરાબ થઈ ગઈ
જોડાઈ જ્યાં ભાવનાઓ મારી સદભાવનાઓમાં, શાંતિ મને આપી રે ગઈ
જોડાઈ જ્યાં પ્રભુ તારી સંગ, સુખશાંતિ ને ચેન મને એ આપી રે ગઈ
મારી ભાવનાઓ જ્યાં અન્યની ભાવનાઓ સંગ ભળી રે ગઈ