View Hymn (Bhajan)
Hymn No. 1631 | Date: 28-Jul-19961996-07-281996-07-28કોઈ મને ભરમાવી ગયું, કોઈ મને ભટકાવી ગયું (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-mane-bharamavi-gayum-koi-mane-bhatakavi-gayumકોઈ મને ભરમાવી ગયું, કોઈ મને ભટકાવી ગયું (2)
છું હું કાચા કાનનો કેવો, કે કોઈ મને મારાથી દૂર કરી ગયું
કોઈ મને બહેલાવી ગયું, કોઈ મને ફોસલાવી રે ગયું
છું હું કાચો અક્કલનો કેવો, કે આપીને કાચનો ટુકડો હાથમાં, હીરો કોઈ ઝૂંટવી ગયું
ખુદને અક્કલમંદ સાબિત કરવામાં, મૂર્ખાઈનું પ્રદર્શન થઈ ગયું
પ્રભુ તારો અંશ હું તારા જેવો, કોઈ મને અશક્ત બનાવી ગયું
મસ્તીમાં મસ્ત રહેનાર, શાંતિ સંગ વિહરનાર, મને કોણ અશાંત કરી ગયું
લૂંટી ગયું કોણ ચેન મારું, કોણ મને આડે રસ્તે ચડાવી રે ગયું
છે એ કોણ ને હતું એ કોણ, જે મને પ્રભુ તારાથી દૂર કરી ગયું
આત્મા ને પરમાત્માને બદલે, જીવાત્માનું રૂપ આપી રે ગયું, છે એ કોણ …
કોઈ મને ભરમાવી ગયું, કોઈ મને ભટકાવી ગયું (2)