View Hymn (Bhajan)
Hymn No. 1630 | Date: 28-Jul-19961996-07-281996-07-28ઓ અભિમાની જાગ જરા, અભિમાનનો અલંકાર હવે તું ઉતાર જરાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=o-abhimani-jaga-jara-abhimanano-alankara-have-tum-utara-jaraઓ અભિમાની જાગ જરા, અભિમાનનો અલંકાર હવે તું ઉતાર જરા
લૂંટાઈ ગઈ છે તારી રે લંકા, હવે તારા ગુરૂરને તું તોડ જરા
લૂંટી ગયો જે તને, બરબાદ કરી ગયો જે તને, એનો સાથ હવે તું છોડ જરા
ના રહે હવે તું ખોટા અંહાકરમાં, કે મુકામ તારો તું બદલ જરા
સમજાવી રહ્યો છે સમય તને, સમજદાર બની હવે તું સમજ જરા
છે થોડી ઘણી બાજી હાથમાં તારા, ત્યાં સુધી બાજીનો ખેલ બદલ જરા
ઊતરીને અંતરના ઊંડાણમાં, અંતરની હાલતને તું જો જરા
ખાઈ રહ્યો છે અન્ય પર તું રહેમ શાને, તારા પર રહેમ તું ખા જરા
છે જરૂર તને પોતાને સંભાળવાની, અન્યની બગાડવાની ને સુધારવાની છોડ જરા
બદલાઈ ગયો છે સમય, લૂંટાઈ ગયો છે તું, હવે ખુદને આબાદ કર જરા
અભિમાનના અલંકાર ઉતારીને, નમ્રતાના અલંકાર તું પહેર જરા
છોડીને ખોટા ગર્વને, છે તું પ્રભુનો ને પ્રભુ છે તારા એ ગર્વ તું કર જરા
ઓ અભિમાની જાગ જરા, અભિમાનનો અલંકાર હવે તું ઉતાર જરા