View Hymn (Bhajan)
Hymn No. 1003 | Date: 04-Oct-19941994-10-041994-10-04પંખીડું પીયું પીયું બોલે તોયે, મારું મનડું ના ડોલે(2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pankhidum-piyum-piyum-bole-toye-marum-manadum-na-doleપંખીડું પીયું પીયું બોલે તોયે, મારું મનડું ના ડોલે(2)
બોલે એ તો પીયું પીયું, બીજું કાંઈ કદી ના એ બોલે, પંખીડું
મન મારું મરકટ એવું, એની સામે કદી ના જુએ, પંખીડું ……..
પંખ ફફડાવે એ તો ઉડવા કાજે, કોઈ એના બંધનના તોડે, પંખીડું ……..
પ્રીતભરી ને પ્રેમભરી વાણી બોલે, વેરનું ઝેર ના કદી એમાં ઘોળે, પંખીડું ……..
પ્રિયતમને કાજ એ તો પળપળ ખૂબ રે તડપે, પંખીડું ……..
ના માંગે બીજું કાંઈ એ તો માંગે દીદાર ને દર્શન, તો એ તો પંખીડું ……..
દર્દભરી રે એની વાણી, સાંભળે ના રે કોઈ, પંખીડું પીયું ……..
પ્રિયતમ સંગ એ તો રહેવા કાજે, એકલો ખૂબ એ તો રોવે, પંખીડું પીયું ……..
ચાહે બંધન તોડવા એ તો, તેમ નવા બંધન એને ખૂબ રે સતાવે, પંખીડું પીયું ……..
પંખીડું પીયું પીયું બોલે તોયે, મારું મનડું ના ડોલે(2)