View Hymn (Bhajan)

Sr No. 163 | Date: 25-Mar-19931993-03-25ક્રોધ ન કરશો કોઈ જીવનમાં, ક્રોધ ન કરશો કોઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=krodha-na-karasho-koi-jivanamam-krodha-na-karasho-koiક્રોધ ન કરશો કોઈ જીવનમાં, ક્રોધ ન કરશો કોઈ

ન પ્રગટાવજો આ અગ્નિજ્વાળા જીવનમાં, નહીંતર બધુંય જાશે હોમાઈ

નહીં મળે કોલસા કે રાખ, આખુંય જીવન વ્યર્થ જાશે

મળ્યું છે જે વિનામૂલ્યે, એનું મૂલ્ય ન કદી સમજાશે

ક્રોધથી તારી કાયા ધોવાશે, તારી શક્તિ ધોવાશે

કરવાનું બધું, એ તો એમ જ રહી જાશે

ન કરવાનું, શા માટે કરતો જાય છે?

જળ ભરેલા કુંડને છોડી, શા માટે અગ્નિકુંડમાં ન્હાય છે?

નહીં મળે ઠંડક તને તો ત્યાં, દાઝ્યા વિના તું ન રહીશ

અગ્નિથી તો તારી કાયા બળશે, પણ ક્રોધથી તો તારું આખું જીવન સળગી જાશે

ક્રોધના ધોધમાં વહેતો ને વહેતો, પહોંચીશ તું ક્યાંથી ક્યાંય

નહીં પડે ખબર એની તને પણ ક્યાં

નહીં મળે તને ક્યારેય કિનારો તો જીવનનો; જીવનમાં ક્રોધ ન કરશો કોઈ

ક્રોધ ન કરશો કોઈ જીવનમાં, ક્રોધ ન કરશો કોઈ
Krodha na karasho koi jivanamam, krodha na karasho koi

View Original
Increase Font Decrease Font

 
ક્રોધ ન કરશો કોઈ જીવનમાં, ક્રોધ ન કરશો કોઈ

ન પ્રગટાવજો આ અગ્નિજ્વાળા જીવનમાં, નહીંતર બધુંય જાશે હોમાઈ

નહીં મળે કોલસા કે રાખ, આખુંય જીવન વ્યર્થ જાશે

મળ્યું છે જે વિનામૂલ્યે, એનું મૂલ્ય ન કદી સમજાશે

ક્રોધથી તારી કાયા ધોવાશે, તારી શક્તિ ધોવાશે

કરવાનું બધું, એ તો એમ જ રહી જાશે

ન કરવાનું, શા માટે કરતો જાય છે?

જળ ભરેલા કુંડને છોડી, શા માટે અગ્નિકુંડમાં ન્હાય છે?

નહીં મળે ઠંડક તને તો ત્યાં, દાઝ્યા વિના તું ન રહીશ

અગ્નિથી તો તારી કાયા બળશે, પણ ક્રોધથી તો તારું આખું જીવન સળગી જાશે

ક્રોધના ધોધમાં વહેતો ને વહેતો, પહોંચીશ તું ક્યાંથી ક્યાંય

નહીં પડે ખબર એની તને પણ ક્યાં

નહીં મળે તને ક્યારેય કિનારો તો જીવનનો; જીવનમાં ક્રોધ ન કરશો કોઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


krōdha na karaśō kōī jīvanamāṁ, krōdha na karaśō kōī

na pragaṭāvajō ā agnijvālā jīvanamāṁ, nahīṁtara badhuṁya jāśē hōmāī

nahīṁ malē kōlasā kē rākha, ākhuṁya jīvana vyartha jāśē

malyuṁ chē jē vināmūlyē, ēnuṁ mūlya na kadī samajāśē

krōdhathī tārī kāyā dhōvāśē, tārī śakti dhōvāśē

karavānuṁ badhuṁ, ē tō ēma ja rahī jāśē

na karavānuṁ, śā māṭē karatō jāya chē?

jala bharēlā kuṁḍanē chōḍī, śā māṭē agnikuṁḍamāṁ nhāya chē?

nahīṁ malē ṭhaṁḍaka tanē tō tyāṁ, dājhyā vinā tuṁ na rahīśa

agnithī tō tārī kāyā balaśē, paṇa krōdhathī tō tāruṁ ākhuṁ jīvana salagī jāśē

krōdhanā dhōdhamāṁ vahētō nē vahētō, pahōṁcīśa tuṁ kyāṁthī kyāṁya

nahīṁ paḍē khabara ēnī tanē paṇa kyāṁ

nahīṁ malē tanē kyārēya kinārō tō jīvananō; jīvanamāṁ krōdha na karaśō kōī
Explanation in English Increase Font Decrease Font

Do not harbor anger in your life, let no one hold onto anger;

Do not ignite this blazing fire in your life, or else everything you have will be sacrificed into it!

You will not even find coal or ash left behind there; your entire life will simply go to waste;

The precious life given to you free of cost—its true value will never be understood.

Anger will erode your body, and all your vital energy will drain away;

All the noble deeds you were actually meant to do will remain completely undone!

Why do you keep doing that which should never be done, driven by your own ignorance?

Leaving behind the cool, water-filled pool, why do you go to bathe in a pit of fire?

You will find absolutely no coolness there; you cannot escape without getting severely burned;

An ordinary fire will only burn your physical body, but anger will set your entire life ablaze!

Swept away continuously in the roaring torrent of wrath, where on earth will you end up?

You will not even realize how far and into which direction you have drifted away!

You will never find a shore to anchor your boat in this ocean of existence;

Therefore, do not harbor anger in your life!