View Hymn (Bhajan)
Sr No. 3858 | Date: 28-Apr-20002000-04-282000-04-28કુદરત ખેલ છે અનોખા, ના કોઈને એ સમજાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kudarata-khela-chhe-anokha-na-koine-e-samajaya-chheકુદરત ખેલ છે અનોખા, ના કોઈને એ સમજાય છે
ઇચ્છા ના રહે જ્યારે કાંઈ, ત્યારે બધી ઇચ્છાઓ પૂરી થાય છે
ઇચ્છા કરવાવાળાની ઇચ્છા, અધૂરી ને અધૂરી રહી જાય છે
ના માંગે એને મળે બધું, માંગવાવાળા યાચક બની રહી જાય છે
તારી આવી લીલા માનવને સદા, મૂંઝવતી ને મૂંઝવતી જાય છે
માથું કાપે એને મળે માલ, નહીં તો ના કાંઈ હાંસીલ થાય છે
દબાય જે ઇચ્છાના ડુંગર, એ ફસાતો ને ફસાતો જાય છે
આવી અટપટી રીતો પ્રભુની, સમજ્યા છતા ના સમજાય છે
ઉલટી રસ્મને રીતો તારી, અમારી સમજમાં ના આવે છે
કરવાની તો વાત ક્યાં કરીએ, જ્યાં સમજતા જ સમય લાગી જાય છે
કુદરત ખેલ છે અનોખા, ના કોઈને એ સમજાય છે