View Hymn (Bhajan)

Sr No. 3857 | Date: 28-Apr-20002000-04-28વિશ્વાસમાં વસવાવાળો મારો વાલો, વિશ્વાસ વિના રહી શકતો નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasamam-vasavavalo-maro-valo-vishvasa-vina-rahi-shakato-nathiવિશ્વાસમાં વસવાવાળો મારો વાલો, વિશ્વાસ વિના રહી શકતો નથી

પામે જ્યાં વિશ્વાસના શ્વાસ ત્યાં વસે, એના વિના રહી શક્તો નથી

જાગે અવિશ્વાસ હૈયમાં જ્યાં ત્યાં, એ દૂર થયા વિના રહેતો નથી

ન દેખાય ભલે એ તોય, પાસે આવે ત્યારે જાણ થાયા વિના રહેતી નથી

જાય દૂર જ્યારે મારો વાલો તો, ખાલીપો એનો ખટકયા વિના રહેતો નથી

ભાવનો પ્રતિભાવ આપે એ તો, તરત ને તરત કહેવાની એને જરૂર નથી

છુપાવવા ચાહે કોઈ લાખ એનાથી, તો કાંઈ છુપું રહેતું નથી

વિશ્વાસના શ્વાસોમાં સમાય એ તો સદા, વિશ્વાસથી દૂર રહેતો નથી

અવિશ્વાસભર્યા આવે વિચાર જ્યાં, ત્યાં એ રહી શક્તો નથી

સમજે અનુભવ કરવાવાળા, અન્ય આ વાતને સમજી શક્તા નથી

વિશ્વાસમાં વસવાવાળો મારો વાલો, વિશ્વાસ વિના રહી શકતો નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

viśvāsamāṁ vasavāvālō mārō vālō, viśvāsa vinā rahī śakatō nathī

pāmē jyāṁ viśvāsanā śvāsa tyāṁ vasē, ēnā vinā rahī śaktō nathī

jāgē aviśvāsa haiyamāṁ jyāṁ tyāṁ, ē dūra thayā vinā rahētō nathī

na dēkhāya bhalē ē tōya, pāsē āvē tyārē jāṇa thāyā vinā rahētī nathī

jāya dūra jyārē mārō vālō tō, khālīpō ēnō khaṭakayā vinā rahētō nathī

bhāvanō pratibhāva āpē ē tō, tarata nē tarata kahēvānī ēnē jarūra nathī

chupāvavā cāhē kōī lākha ēnāthī, tō kāṁī chupuṁ rahētuṁ nathī

viśvāsanā śvāsōmāṁ samāya ē tō sadā, viśvāsathī dūra rahētō nathī

aviśvāsabharyā āvē vicāra jyāṁ, tyāṁ ē rahī śaktō nathī

samajē anubhava karavāvālā, anya ā vātanē samajī śaktā nathī