View Hymn (Bhajan)
Hymn No. 4859 | Date: 28-Mar-20202020-03-282020-03-28શ્વાસેશ્વાસમાં મારા, 'મા' તારું સ્મરણ ભળેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvaseshvasamam-mara-ma-tarum-smarana-bhaleશ્વાસેશ્વાસમાં મારા, 'મા' તારું સ્મરણ ભળે
શ્વાસેશ્વાસમાં મારા 'મા', તારું સ્મરણ રહે
દિલમાં મારા 'મા', તારો ને તારો પ્યાર રહે
દિલ ભરાતું જાય તારા પ્યારથી, ને એમાં તારો પ્યાર વહે
'મા' મારી દીનદયાળી, પરમકૃપાળી, તારી કૃપા સદા મુજ પર વહે
કાર્યમાં મારા તારાં કાર્ય ભળે, તારા કાર્યથી કાર્ય શરૂ રહે
હે જગજનની, હે પરમકૃપાળી, તારામાં મારું અસ્તિત્વ રહે
હર હાલમાં ખ્યાલ તારો રહે, સતત તારું મને ધ્યાન રહે
ના કોઈ યાદ મને, ના કોઈ ફરિયાદ, મુજમાં બાકી રહે
તારામાં અસ્તિત્વ મારું અસ્તિત્વ રહે, તુજમાં મન સદૈવ લીન રહે ...
શ્વાસેશ્વાસમાં મારા, 'મા' તારું સ્મરણ ભળે