કુરુક્ષેત્રનાં યુદ્ધ હજી બંધ થયાં નથી, કુરુક્ષેત્રનાં યુદ્ધ હજી બંધ થયાં નથી
વાત અલગ છે કે કૃષ્ણ ને અર્જુન, એમાં ક્યાંય દેખાતા નથી ...
યુગો વીત્યા ચાલ્યા આવ્યા છે, આ યુદ્ધો અંત એનો થયો નથી,
ધર્મરાજના ધ્વજનાં એમાં, ક્યાંય દર્શન તો થાતાં નથી
યુગો વીત્યા, જન્મો વીત્યા, અવસ્થામાં કોઈ બદલાવ આવ્યા નથી
આ અનોખા યુદ્ધમાં યોદ્ધા કોઈ બચ્યા નથી, કોઈ રહ્યા નથી
થાય છે પ્રહાર સતત, ઘાયલ થાય અનેક, શોર એનો સંભળાતો નથી
દર્દ વધે, લાચાર બને, ના થાય ધાર્યું કાંઈ તોય, પ્રભુને કોઈ પોકારતું નથી
શબવત્ જીવી રહ્યા છે જીવન એવું, કે કેશવને કોઈ પોકારતું નથી
ભવફેરાના ચક્રવ્યૂહમાં ફસાયા છે એવા, જેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી
ભમતા-ભટકતા પડતા-આખડતા, શરણું મૃત્યુનું પામ્યા વગર રહ્યા નથી
મૃત્યુ ને જન્મોના ફેરા રહ્યા ચાલતા, જ્યાં સુધી મધુસૂદન મળ્યા નથી
અંતરમાં પેઠેલા શત્રુઓને, જલદીથી કોઈ જાણી શકતું નથી
એવું આ યુદ્ધ હરકોઈ લડે છે, પણ સમજ્યું સમજાતું નથી
કોઈ દર્દની ચાહમાં ડૂબે, કોઈ આંસુઓમાં ડૂબે
સાર હજી કોઈ એનો સમજી શક્યું નથી, કે કુરુક્ષેત્રનું યુદ્ધ હજી બંધ થયું નથી
હજી અંતર ઈશ્વરને પોકારી શકતું નથી, કે કુરુક્ષેત્રનું ...
- સંત શ્રી અલ્પા મા
kurukṣētranāṁ yuddha hajī baṁdha thayāṁ nathī, kurukṣētranāṁ yuddha hajī baṁdha thayāṁ nathī
vāta alaga chē kē kr̥ṣṇa nē arjuna, ēmāṁ kyāṁya dēkhātā nathī ...
yugō vītyā cālyā āvyā chē, ā yuddhō aṁta ēnō thayō nathī,
dharmarājanā dhvajanāṁ ēmāṁ, kyāṁya darśana tō thātāṁ nathī
yugō vītyā, janmō vītyā, avasthāmāṁ kōī badalāva āvyā nathī
ā anōkhā yuddhamāṁ yōddhā kōī bacyā nathī, kōī rahyā nathī
thāya chē prahāra satata, ghāyala thāya anēka, śōra ēnō saṁbhalātō nathī
darda vadhē, lācāra banē, nā thāya dhāryuṁ kāṁī tōya, prabhunē kōī pōkāratuṁ nathī
śabavat jīvī rahyā chē jīvana ēvuṁ, kē kēśavanē kōī pōkāratuṁ nathī
bhavaphērānā cakravyūhamāṁ phasāyā chē ēvā, jēmāṁthī bahāra nīkalavānō rastō nathī
bhamatā-bhaṭakatā paḍatā-ākhaḍatā, śaraṇuṁ mr̥tyunuṁ pāmyā vagara rahyā nathī
mr̥tyu nē janmōnā phērā rahyā cālatā, jyāṁ sudhī madhusūdana malyā nathī
aṁtaramāṁ pēṭhēlā śatruōnē, jaladīthī kōī jāṇī śakatuṁ nathī
ēvuṁ ā yuddha harakōī laḍē chē, paṇa samajyuṁ samajātuṁ nathī
kōī dardanī cāhamāṁ ḍūbē, kōī āṁsuōmāṁ ḍūbē
sāra hajī kōī ēnō samajī śakyuṁ nathī, kē kurukṣētranuṁ yuddha hajī baṁdha thayuṁ nathī
hajī aṁtara īśvaranē pōkārī śakatuṁ nathī, kē kurukṣētranuṁ ...
|