ક્યારેક, ચંદ્ર પર ધરતીનો પડછાયો પડ્યો, સૂર્ય પર ચંદ્રનો
ગ્રહણ તો લાગી ગયું, ગ્રહણ તો લાગી ગયું
પ્રાણવાયુ ત્યાં કુંઠિત થયો, શક્તિનું સંચારણ ત્યાં બદલાયું
સૃષ્ટિમાં તો આવું વર્ષે દહાડે દાળે થાતું રહ્યું, સૂતક એનું પળાતું રહ્યું
આત્માના ગ્રહણનું શું, એ તો સતત લાગેલું રહ્યું
ઇચ્છાઓના પડછાયાથી, સતત તેજ એનું ઢંકાયેલું રહ્યું
વિકારોના પરિભ્રમણને લીધે, તેજ એનું ઝાંખું પડતું રહ્યું
વિચારો ને ભાવોના ઘેરાવાથી, એ તો સતત ઘેરાયેલું રહ્યું
ના પ્રજ્વલિત થઈ શક્યું પૂર્ણ પ્રકાશે, ના પૂર્ણ પ્રકાશ પાથરી શક્યું
એક-બે દિવસનું નહીં, આ સૂતક તો કાયમનું રહ્યું
- સંત શ્રી અલ્પા મા
kyārēka, caṁdra para dharatīnō paḍachāyō paḍyō, sūrya para caṁdranō
grahaṇa tō lāgī gayuṁ, grahaṇa tō lāgī gayuṁ
prāṇavāyu tyāṁ kuṁṭhita thayō, śaktinuṁ saṁcāraṇa tyāṁ badalāyuṁ
sr̥ṣṭimāṁ tō āvuṁ varṣē dahāḍē dālē thātuṁ rahyuṁ, sūtaka ēnuṁ palātuṁ rahyuṁ
ātmānā grahaṇanuṁ śuṁ, ē tō satata lāgēluṁ rahyuṁ
icchāōnā paḍachāyāthī, satata tēja ēnuṁ ḍhaṁkāyēluṁ rahyuṁ
vikārōnā paribhramaṇanē līdhē, tēja ēnuṁ jhāṁkhuṁ paḍatuṁ rahyuṁ
vicārō nē bhāvōnā ghērāvāthī, ē tō satata ghērāyēluṁ rahyuṁ
nā prajvalita thaī śakyuṁ pūrṇa prakāśē, nā pūrṇa prakāśa pātharī śakyuṁ
ēka-bē divasanuṁ nahīṁ, ā sūtaka tō kāyamanuṁ rahyuṁ
|