View Hymn (Bhajan)
Sr No. 906 | Date: 01-Aug-19941994-08-011994-08-01કરી ઉપાધિ, મેં તો બહુ કરી, ખુશી એમાંથી મને ના મળીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-upadhi-mem-to-bahu-kari-khushi-emanthi-mane-na-maliકરી ઉપાધિ, મેં તો બહુ કરી, ખુશી એમાંથી મને ના મળી
કરી વ્યાધિ, મેં તો બહુ કરી, શાંતિ એમાંથી મને ના મળી
કરી ચિંતા, મેં તો બહુ કરી, તૃપ્તિ એમાંથી મને ના મળી
કરી કરી ઉપાધિ આ જગની, થાકી હું, તોય આદત મારી ના છૂટી
ભૂલીને કરવાનું, કર્યું ઘણું, હૈયાની એ પ્યાસ તોય ના બુઝાઈ
ચિંતામાં ને ચિંતામાં રહી, હું જલતી ને જલતી રહી
પરિણામ આખરે આવ્યું એવું, તૃપ્તિ એમાંથી મને ના મળી
આદતથી મજબૂર હું એવી બની રે ગઈ, છૂટવા ચાહ્યું તોય છૂટી ના શકી
કરી કરીને આધિ, વ્યાધિ ને ઉપાધિ, હું લૂંટાતી ને લૂંટાતી ગઈ
રાચી એમાં, કરી ખૂબ કોશિશ મેં તો, તોય ઇચ્છાપૂર્તિ મારી ના થઈ
કરી ઉપાધિ, મેં તો બહુ કરી, ખુશી એમાંથી મને ના મળી