View Hymn (Bhajan)

Sr No. 3640 | Date: 11-Sep-19991999-09-11લાચારીના કરવા છે તારે બંધ દ્વાર, તો સુધાર તું તારા આચારhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=lacharina-karava-chhe-tare-bandha-dvara-to-sudhara-tum-tara-acharaલાચારીના કરવા છે તારે બંધ દ્વાર, તો સુધાર તું તારા આચાર

પામવા છે સુખ સમૃદ્ધિ અપરંપાર, તો સુધાર તું તારા વિચાર

મજબૂરીની વાતો કરીને, ના કર કોઈ ખોટી તકરાર

કરવું છે શું જીવનમાં કરી લે એ નક્કી, ના ગોત ખોટા આધાર

સુધરી જાશે બધું આપોઆપ, જ્યાં સુધરશે તારો વ્યવહાર

તોડવી હોય તને જો તારી લાચારીનો તાર, તો સુધાર તારા આચાર

એ તો છે તારે હાથ કે જાવું છે તારે ક્યાં, કે અહીં રાહો તો છે અપરંપાર

બચવું હશે બીમારીમાંથી, તો લેવી પડશે દવાનો આધાર

બંધ કરવા લાચારીના દ્વાર, કર જીવનમાં તું એક ઉપાય

કે સાચા દિલથી તું કરતો જા, બધાને પ્યાર ને પ્યાર

લાચારીના કરવા છે તારે બંધ દ્વાર, તો સુધાર તું તારા આચાર
Lacharina karava chhe tare bandha dvara, to sudhara tum tara achara

View Original
Increase Font Decrease Font

લાચારીના કરવા છે તારે બંધ દ્વાર, તો સુધાર તું તારા આચાર

પામવા છે સુખ સમૃદ્ધિ અપરંપાર, તો સુધાર તું તારા વિચાર

મજબૂરીની વાતો કરીને, ના કર કોઈ ખોટી તકરાર

કરવું છે શું જીવનમાં કરી લે એ નક્કી, ના ગોત ખોટા આધાર

સુધરી જાશે બધું આપોઆપ, જ્યાં સુધરશે તારો વ્યવહાર

તોડવી હોય તને જો તારી લાચારીનો તાર, તો સુધાર તારા આચાર

એ તો છે તારે હાથ કે જાવું છે તારે ક્યાં, કે અહીં રાહો તો છે અપરંપાર

બચવું હશે બીમારીમાંથી, તો લેવી પડશે દવાનો આધાર

બંધ કરવા લાચારીના દ્વાર, કર જીવનમાં તું એક ઉપાય

કે સાચા દિલથી તું કરતો જા, બધાને પ્યાર ને પ્યાર

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

lācārīnā karavā chē tārē baṁdha dvāra, tō sudhāra tuṁ tārā ācāra

pāmavā chē sukha samr̥ddhi aparaṁpāra, tō sudhāra tuṁ tārā vicāra

majabūrīnī vātō karīnē, nā kara kōī khōṭī takarāra

karavuṁ chē śuṁ jīvanamāṁ karī lē ē nakkī, nā gōta khōṭā ādhāra

sudharī jāśē badhuṁ āpōāpa, jyāṁ sudharaśē tārō vyavahāra

tōḍavī hōya tanē jō tārī lācārīnō tāra, tō sudhāra tārā ācāra

ē tō chē tārē hātha kē jāvuṁ chē tārē kyāṁ, kē ahīṁ rāhō tō chē aparaṁpāra

bacavuṁ haśē bīmārīmāṁthī, tō lēvī paḍaśē davānō ādhāra

baṁdha karavā lācārīnā dvāra, kara jīvanamāṁ tuṁ ēka upāya

kē sācā dilathī tuṁ karatō jā, badhānē pyāra nē pyāra