View Hymn (Bhajan)
Hymn No. 542 | Date: 02-Dec-19931993-12-021993-12-02લખું છું એક સંદેશ પ્રભુ તમને, મારી અરજી સાંભળી વાલા વહેલા રે આવજોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=lakhum-chhum-eka-sandesha-prabhu-tamane-mari-araji-sambhali-vala-vahelaલખું છું એક સંદેશ પ્રભુ તમને, મારી અરજી સાંભળી વાલા વહેલા રે આવજો
વાચી સંદેશો મારો પ્રભુ, આવવામાં ના દેર લગાડજો, તમે જલદી આવજો
આપીને દર્શન આપના, મારા નયનોની શોભા વધારજો,
સમાઈ મારા નયનોમાં પ્રભુ, આખા જગને મારી નજરથી નિહાળજો
મનમાં વસીને પ્રભુ, મારા મનમંદિરમાં સ્થાપના તમારી કરજો
ના ભટકવા દેતા અહીં તહીં મનને મારા, તમારા કાબૂમાં સદા રાખજો
ફૂલ પાથરીને સજાવી છે વાટ તમારી કાજે, તમે પ્રભુ વહેલા રે આવજો
મેવા મીઠાઈના ભર્યા છે થાળ પ્રભુ, તમે આવતા વાર ના લગાડજો
લખું છું એક સંદેશ પ્રભુ તમને, મારી અરજી સાંભળી વાલા વહેલા રે આવજો