'મા' મને તું માફ કરી દે, 'મા' મને તું માફ કરી દે
કર્યા ધમપછાડા ઘણા પાસે તારી, મને માફ કરી દે
નાજુક તારા દિલને ઠેસ પહોંચાડી ઘણી, 'મા' મને માફ કરી દે
ના કરવાનું કીધું ઘણું, 'મા' દિલ સાફ કરી દે
કડવાં વેણ ઉચ્ચાર્યાં સામે, 'મા' મને તું માફ કરી દે
દર્દ ઠાલવ્યું બધું પોતાનું, તારા દર્દનો વિચાર ના કર્યો
આંખમાં તારી આંસુડાં આવ્યા, 'મા' મારી માફ કરી દે
ફરિયાદોના ટોપલા ઢોળ્યા તારા પર, માફ કરી દે
- સંત શ્રી અલ્પા મા