Hymn No. 4876 | Date: 03-Sep-20202020-09-032020-09-03'મા' પ્રાર્થના મારી સ્વીકાર કરો, પ્રાર્થનામાં તમારી શક્તિ ભરોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/?title=ma-prarthana-mari-svikara-karo-prarthanamam-tamari-shakti-bharo'મા' પ્રાર્થના મારી સ્વીકાર કરો, પ્રાર્થનામાં તમારી શક્તિ ભરો હે જગતજનની, પ્રાર્થના આ સ્વીકાર કરો, વાર ના કરો માડી અણુએ અણુને મારા, તારા પૂર્ણ વિશ્વાસથી ભરો, પ્રાર્થના સ્વીકાર કરો હે વિશ્વના શ્વાસ, તારા શ્વાસથી જીવન મારું ભરો, પ્રાર્થના સ્વીકારો પૂર્ણપણે અમને સ્વસ્થ ને તંદુરસ્ત કરો, પ્રાર્થના સ્વીકાર કરો તમારી કૃપાથી ભર્યાં છે જીવન અમારાં, કૃપામાં નવડાવતા રહો જે તમે ચાહો છો એ જ કરાવો, ને કરવાની શક્તિથી ભરો તમારા ચરણમાં રહીએ સદૈવ અમે, સાચી શરણાગતિ કરાવો બુદ્ધિના હાથે બંધાયા અમે, અમારાં સઘળાં બંધન તમે કાપો હે જગતજનની, તમારા શરણમાં લો ને રાખો સદૈવ, પ્રાર્થના અમારી સ્વીકારો
'મા' પ્રાર્થના મારી સ્વીકાર કરો, પ્રાર્થનામાં તમારી શક્તિ ભરો
'મા' પ્રાર્થના મારી સ્વીકાર કરો, પ્રાર્થનામાં તમારી શક્તિ ભરો હે જગતજનની, પ્રાર્થના આ સ્વીકાર કરો, વાર ના કરો માડી અણુએ અણુને મારા, તારા પૂર્ણ વિશ્વાસથી ભરો, પ્રાર્થના સ્વીકાર કરો હે વિશ્વના શ્વાસ, તારા શ્વાસથી જીવન મારું ભરો, પ્રાર્થના સ્વીકારો પૂર્ણપણે અમને સ્વસ્થ ને તંદુરસ્ત કરો, પ્રાર્થના સ્વીકાર કરો તમારી કૃપાથી ભર્યાં છે જીવન અમારાં, કૃપામાં નવડાવતા રહો જે તમે ચાહો છો એ જ કરાવો, ને કરવાની શક્તિથી ભરો તમારા ચરણમાં રહીએ સદૈવ અમે, સાચી શરણાગતિ કરાવો બુદ્ધિના હાથે બંધાયા અમે, અમારાં સઘળાં બંધન તમે કાપો હે જગતજનની, તમારા શરણમાં લો ને રાખો સદૈવ, પ્રાર્થના અમારી સ્વીકારો
- સંત શ્રી અલ્પા મા
|