View Hymn (Bhajan)
Hymn No. 4662 | Date: 22-Dec-20172017-12-222017-12-22મા, તારો સાદ મને હજી સંભળાતો નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ma-taro-sada-mane-haji-sambhalato-nathiમા, તારો સાદ મને હજી સંભળાતો નથી,
શું હજી હૈયું માયામાં જ ઘૂમે છે?
મા, તારા દીદારે દર્શન થાતાં નથી
શું હજી દૃષ્ટિ માયામાં જ રમે છે?
ખોટા વિચારો ને ખોટા ભાવો, હજી હૈયે જાગે છે
'મા', મન હજી પૂર્ણપણે, તારામાં સ્થિર થયું નથી
શંકા-આશંકાના શૂરો, હજી હૈયે વાગે છે
'મા', પૂર્ણ વિશ્વાસ તારામાં, હજી મુક્યો નથી
ચિંતા ઘર કરીને બેઠી છે હજી મુજમાં
'મા', સર્મપણ હજી તને પૂરું થયું નથી
મારી અવસ્થા સમજાવે છે મને રે માડી
સંપૂર્ણતાને હજી સાધી નથી
મા, તારો સાદ મને હજી સંભળાતો નથી