View Hymn (Bhajan)
Hymn No. 4663 | Date: 30-Dec-20172017-12-302017-12-30ના કર વાત તું કર્મની, ના કર વાત તું જીવનમાં ધર્મનીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-kara-vata-tum-karmani-na-kara-vata-tum-jivanamam-dharmaniના કર વાત તું કર્મની, ના કર વાત તું જીવનમાં ધર્મની
કર મોઢું બંધ તારું ને કાર્ય જે કરવાનું છે એ કરતો જા
જીવન છે ફરિયાદનો એક મોકો પૂર્ણતાને પામવાનો
ભૂત-ભવિષ્યને ભૂલીને, પળે-પળને તું મહેકાવતો જા
સુખદુઃખ ને ભાગ્યનાં ગાણાં ગાવાનું બંધ કરતો જા
પામવા-ખોવાની વાત ભૂલીને, પ્રેમ એને કરતો જા
યાદ-ફરિયાદમાં ડૂબવાનું છોડી, રાહે તારી તું ચાલતો જા
મંઝિલને લક્ષ્યમાં રાખી, મંઝિલ આગળ વધતો જા
અંતિમ પડાવ છે એ જ તારો, બાકી ધામા નાખવાનું ભૂલતો જા
નબળી વાતો ને નબળા વિચારોને તું જીવનમાં ત્યજતો જા
દિવ્ય એ નાદના ગુંજનને, તારામાં તું ભરતો જા
ના કર વાત તું કર્મની, ના કર વાત તું જીવનમાં ધર્મની