મહેરબાની મહેરબાની પ્રભુ, આપી તે મને આ જિંદગાની, તારી મહેરબાની
આપી જિંદગાની, જિંદગાનીમાં આપ્યું બધું, કમી ના રાખી કોઈ, તારી મહેરબાની
જગાડ્યો તે સાચો પ્રેમ મારા દિલમાં, પ્રભુ તારી મહેરબાની
જગાવ્યા ભક્તિભાવ મારા હૈયે પ્રભુ, તારી મહેરબાની
આપ્યું છે જીવનમાં બધું, નથી હવે જીવનમાં કોઈ ખામી, તારી મહેરબાની
આપી તારી મહોબ્બત મને તે પ્રભુ, પ્રભુ તારી એ મહેરબાની, મહેરબાની
ગુરુ બની તે જ્ઞાન આપ્યું, કરી અજ્ઞાનની હોળી, પ્રભુ તારી મહેરબાની
શ્વાસેશ્વાસમાં મારા તું સમાયો પ્રભુ, તારી મહેરબાની, મહેરબાની
જાણે છે તું પ્રભુ બધું, નથી વાત બાકી કોઈ તને કહેવાની, તારી મહેરબાની
મહેરબાન છે તું મોટો, જીવનમાં નથી લેવી હવે કોઈની મહેરબાની, પ્રભુ તારી મહેરબાની
- સંત શ્રી અલ્પા મા
mahērabānī mahērabānī prabhu, āpī tē manē ā jiṁdagānī, tārī mahērabānī
āpī jiṁdagānī, jiṁdagānīmāṁ āpyuṁ badhuṁ, kamī nā rākhī kōī, tārī mahērabānī
jagāḍyō tē sācō prēma mārā dilamāṁ, prabhu tārī mahērabānī
jagāvyā bhaktibhāva mārā haiyē prabhu, tārī mahērabānī
āpyuṁ chē jīvanamāṁ badhuṁ, nathī havē jīvanamāṁ kōī khāmī, tārī mahērabānī
āpī tārī mahōbbata manē tē prabhu, prabhu tārī ē mahērabānī, mahērabānī
guru banī tē jñāna āpyuṁ, karī ajñānanī hōlī, prabhu tārī mahērabānī
śvāsēśvāsamāṁ mārā tuṁ samāyō prabhu, tārī mahērabānī, mahērabānī
jāṇē chē tuṁ prabhu badhuṁ, nathī vāta bākī kōī tanē kahēvānī, tārī mahērabānī
mahērabāna chē tuṁ mōṭō, jīvanamāṁ nathī lēvī havē kōīnī mahērabānī, prabhu tārī mahērabānī
|