View Hymn (Bhajan)
Hymn No. 2992 | Date: 10-Nov-19981998-11-101998-11-10પ્રભુ તે આપ્યા ઘણા અનુભવો, તોય આંખ અમારી ખૂલતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-te-apya-ghana-anubhavo-toya-ankha-amari-khulati-nathiપ્રભુ તે આપ્યા ઘણા અનુભવો, તોય આંખ અમારી ખૂલતી નથી
જાણ્યું અનુભવ્યું જીવનમાં બધું, તોય આંખ અમારી ખૂલતી નથી
સ્વાર્થ ભર્યા આ સંસારમાં અમે, પામ્યા ઘણા કડવા અનુભવો, તોય ...
ના જાણે કેવી લાલચ ને પ્યાસ છે હૈયે, જે ઓછી થાતી નથી
પળ બે પળ ચડે નશો અમને વૈરાગનો, બાકી અસર કાંઈ થાતી નથી
થઈ ગયા છીએ અમે એવા કેવા, કે ખબર અમારી અમને પડતી નથી
દર્દ હૈયામાં અમારા જાગે ને સમે, અમે ઇરાદા બદલ્યા વિના રહેતા નથી
દિલની તડપ અમારી વધતી રહે છે, પ્યાર પામવાને કાજે, પ્યાર સાચો મળતો નથી
છીએ અમે એટલા પ્યાસા, કે મૃગજળ પાછળ દોડયા વિના રહેતા નથી
પ્રભુ તે આપ્યા ઘણા અનુભવો, તોય આંખ અમારી ખૂલતી નથી