View Hymn (Bhajan)
Hymn No. 941 | Date: 22-Aug-19941994-08-221994-08-22જાગ રે મનવા, જાગ રે મનવા, મળવું છે મને મારા મીતનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaga-re-manava-jaga-re-manava-malavum-chhe-mane-mara-mitaneજાગ રે મનવા, જાગ રે મનવા, મળવું છે મને મારા મીતને
છેડ તું ગીત નવો છેડ સંગીત રે મળવું છે મને મારા મીતને
તારા પણ મીત એ મારા પણ એ મિત છે, જાગ રે મનવા
ઊંઘ્યો ખૂબ તું, કર્યો આરામ ઘણો, ના લગાડ હવે તું વાર
જલદી છે ઘણી, સમય છે રે થોડો, પહોંચવું છે આપણે પ્રેમનગરી
તારા વિણ શું કરું, કેમ જાઉં એકલો, ચાલ તું સંગ મારી
કરશું દર્શન પ્રભુના, પ્રેમથી, વધાવશું, મજા એમાં તને ખૂબ આવશે
મિલન છે આપણું, આપણી સંગ ના તું એમાં સાથ છોડજે
તું પણ ભમ્યો ઘણો, હું પણ ભટક્યો ઘણો, થાક્યા આપણે હવે ખૂબ છીએ
છોડ હવે આરામને, ચાલ રામ ગોતવા, આરામ તને એમાં મળી જાશે
જાગ રે મનવા, જાગ રે મનવા, મળવું છે મને મારા મીતને