View Hymn (Bhajan)
Sr No. 1543 | Date: 07-Jun-19961996-06-071996-06-07મન તું, મારા મન તું, ચેતી જાજે, ચેતી જાજે રે (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-tum-mara-mana-tum-cheti-jaje-cheti-jaje-reમન તું, મારા મન તું, ચેતી જાજે, ચેતી જાજે રે (2)
સમયને વીતતાં વાર ના લાગશે રે
ખોટી ગફલતમાં હવે તું વધારે ના રેજે રે, નહીં તો હાથમાંથી મોકો તું ચૂકી જાશે રે
બેકદર ના રહેજે તું જીવનમાં, સમયની કદર કરતાં તું જલદી શીખી જાજે રે
ના ગણતો કાંઈ વ્યર્થ તું, વ્યર્થ ગણવામાં સમય તારો વ્યર્થ ના ગુમાવજે રે
મળે તને જે રે જીવનમાં, ઉપયોગ એનો તું સાચો કરતાં શીખી જાજે રે
ક્ષણેક્ષણને જીવતાં શીખજે રે, નહીં તો પસ્તાવા વગર હાથમાં ના કાંઈ રહેશે રે
આચરણમાં મૂકજે સદગુણોને જલદી, વધારે વાર એમાં ના તું લગાડજે રે
ના ગુમાવજે સમયને, તું ગુમાવીશ જો સમયને, ભટકવાનું તારું ના અટકશે રે
સદા આનંદમાં જો રહેવું હોય તારે, પ્રભુમય તું સદા રહેજે રે
સમય વીતે એ પહેલાં, સમયને તું જીતી જાજે રે, મન તું ચેતી જાજે રે
મન તું, મારા મન તું, ચેતી જાજે, ચેતી જાજે રે (2)