View Hymn (Bhajan)
Hymn No. 4648 | Date: 30-Jul-20172017-07-302017-07-30સંજોગે સંજોગે સૂર મારા ના બદલાય, રાખજો આટલી સંભાળSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanjoge-sanjoge-sura-mara-na-badalaya-rakhajo-atali-sambhalaસંજોગે સંજોગે સૂર મારા ના બદલાય, રાખજો આટલી સંભાળ
ગાય દિલ સદાય તો તારું ને તારું ગાન, રાખજો આટલી સંભાળ
ભલે જે થવાનું હોય તે થાય, રમીએ સતત તારામાં, રાખજો આટલી સંભાળ
સમજાય કે ના સમજાય, ના કરીએ ફરિયાદ, કરીને તને યાદ
દુનિયાના વ્યવહાર છે અટપટા, જોજે એમાં લપસી ના જવાય
શ્વાસેશ્વાસમાં સરગમ તારી ગુંજે, કર ભલે કાર્ય કરતા જાય
જે હાલ, જે બેહાલ થવાના હોય તે થાય, તારામાં મન-ચિત્ત પરોવાઈ રહે સદાય
સતત તારામાં ને તારામાં રહે, બસ રાખજે આટલી સંભાળ
આવે તોફાનો કેટલાંય, તારા હાથ ને સાથ ના છૂટે જરાય
હૃદયમાં રહે ધડકતું નામ તારું, ક્ષણ એક પણ ના વીસરાય, રાખજે .....
સંજોગે સંજોગે સૂર મારા ના બદલાય, રાખજો આટલી સંભાળ