View Hymn (Bhajan)

Sr No. 1619 | Date: 23-Jul-19961996-07-23ના પડશે ફરક કોઈને, ના કોઈને ફરક પડવાનો છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-padashe-pharaka-koine-na-koine-pharaka-padavano-chheના પડશે ફરક કોઈને, ના કોઈને ફરક પડવાનો છે

તું જીવે કે મરે એનાથી વિશેષ, ફરક ના કોઈને પડવાનો છે

તારું જીવન તારા માટે છે, તુલના એની બીજા સાથે શાને કરે છે

કરીશ જીવનમાં મૃત્યુની વાતો, તો ફરક તને પડવાનો છે

થયો છે જન્મ તારો, તારાં અધૂરાં કાર્ય પૂરાં કરવાનાં છે

મોહમાયામાં અંધ બનીને, જીવની કિંમત ના આકવાની છે

છે અમૂલ્ય જીવન તારું એનું મુલ્ય તને ચુકવવાનું છે

કરીને બધું પ્રભુને અર્પણ જીવન સાર્થક તને કરવાનું છે

દુઃખદર્દથી ત્રાસીને જીવનમાં, નબળી વાતો ના કરવાની છે

મળ્યું છે જીવન પ્રભુ પામવા, આ વાત ધ્યાનમાં રાખવાની છે

સંજોગોના સંતાપથી જીવનમાં, ના કાંઈ હારવાનું છે

છે પ્રભુના આશીર્વાદ તો તારું આ જીવન, ના એ ભૂલવાનું છે

ના પડશે ફરક કોઈને, ના કોઈને ફરક પડવાનો છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā paḍaśē pharaka kōīnē, nā kōīnē pharaka paḍavānō chē

tuṁ jīvē kē marē ēnāthī viśēṣa, pharaka nā kōīnē paḍavānō chē

tāruṁ jīvana tārā māṭē chē, tulanā ēnī bījā sāthē śānē karē chē

karīśa jīvanamāṁ mr̥tyunī vātō, tō pharaka tanē paḍavānō chē

thayō chē janma tārō, tārāṁ adhūrāṁ kārya pūrāṁ karavānāṁ chē

mōhamāyāmāṁ aṁdha banīnē, jīvanī kiṁmata nā ākavānī chē

chē amūlya jīvana tāruṁ ēnuṁ mulya tanē cukavavānuṁ chē

karīnē badhuṁ prabhunē arpaṇa jīvana sārthaka tanē karavānuṁ chē

duḥkhadardathī trāsīnē jīvanamāṁ, nabalī vātō nā karavānī chē

malyuṁ chē jīvana prabhu pāmavā, ā vāta dhyānamāṁ rākhavānī chē

saṁjōgōnā saṁtāpathī jīvanamāṁ, nā kāṁī hāravānuṁ chē

chē prabhunā āśīrvāda tō tāruṁ ā jīvana, nā ē bhūlavānuṁ chē