View Hymn (Bhajan)
Hymn No. 894 | Date: 01-Aug-19941994-08-011994-08-01મંદ મંદ એની ચાલ છે, મંદ મંદ એની મુસ્કુરાહટ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manda-manda-eni-chala-chhe-manda-manda-eni-muskurahata-chheમંદ મંદ એની ચાલ છે, મંદ મંદ એની મુસ્કુરાહટ છે
મંદતાએ એની, ખોલ્યા મારા જીગરના દ્વાર છે
મંદ મંદ ચલાવી પ્યારના તીર ચોરાવ્યા એણે, મારા ચેન છે
વીંધ્યું છે એણે દિલતો મારું, તીર એના મારા દિલની આરપાર છે
ના કોઈની જિત છે, ના કોઈની હાર છે, આ તો પ્યારની શરૂઆત છે
એની મોહકતાએ મોહ્યા મારા મનને, ચિત્ત બન્યું એનું ગુલામ છે
દાદ આપવા જેવી એની હર વાત છે, એ તો મારો પ્યાર છે, મારો પ્યાર છે
સમજમાં નથી આવતી, આ એની કેવી રે નવી ચાલ છે
જેણે કર્યા મારા હાલ બેહાલ છે, ચોર્યા મારા ચેન ને કરાર છે
મંદ મંદ મંદતાએ એની, આપ્યા મને જીવનમાં પ્રેમના દાન છે
મંદ મંદ એની ચાલ છે, મંદ મંદ એની મુસ્કુરાહટ છે