View Hymn (Bhajan)
Hymn No. 654 | Date: 23-Mar-19941994-03-231994-03-23માંદગીભર્યું મન ને માંદગીભર્યું તન ગમશે કોને ને કેટલું?Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mandagibharyum-mana-ne-mandagibharyum-tana-gamashe-kone-ne-ketalumમાંદગીભર્યું મન ને માંદગીભર્યું તન ગમશે કોને ને કેટલું?
આંસુ ભરેલી આંખનો રડમસ ચહેરો, ગમશે કોને ને કેટલું?
દર્દભર્યો અવાજ ને ઈર્ષાભરી દૃષ્ટિ, ગમશે કોને ને કેટલી?
અવ્યવસ્થિત કામ ને પ્યાર વગરનો વ્યવાહર, ગમશે કોને ને કેટલી?
ઢોંગધતિંગભર્યો તારો સંયમ ને ત્યાગ વગરનું તપ, ગમશે કોને ને કોટલું?
બડાસભરી ખોટી વાતો ને બહાદુરીના ખોટા વખાણ, ગમશે કોને ને કેટલા?
પ્રેમના બદલામાં વેર ને ભરોસાના પીઠ પાછળ ઠોકવા ભાલા, ગમશે કોને ને કેટલા?
શોક ભર્યા આવકાર ને હેત વગરનો હાસ્ય ગમશે કોને કેટલું?
કરી જાજે તારા વ્યવહાર પર તું વિચાર, આ બધું તને ગમશે કેટલું
માંદગીભર્યું મન ને માંદગીભર્યું તન ગમશે કોને ને કેટલું?