View Hymn (Bhajan)
Hymn No. 1854 | Date: 03-Nov-19961996-11-031996-11-03માન્યું પ્રભુ નાનાને ત્યાં મોટા આવે એ વાત ઠીક નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manyum-prabhu-nanane-tyam-mota-ave-e-vata-thika-nathiમાન્યું પ્રભુ નાનાને ત્યાં મોટા આવે એ વાત ઠીક નથી
તો પ્રભુ તમે બોલાવી લ્યો પાસે અમને તમારી, એમાં અમારી ના નથી
ચાહીએ છીએ અમે તો મુલાકાત તારી, બીજી કાંઈ ખ્વાહિશ નથી
છીએ પ્રેમના પ્યાસા અમે તો, તમારાં દર્શન વિના અમારાથી રહેવાતું નથી
કોઈની તડપનની મઝા લેવી, એ વાત તો પ્રભુ યોગ્ય નથી
છાનું છૂંપુ કરવું નિરીક્ષણ અમારું, પ્રભુ, એ વાત તો ઠીક નથી
કરવું હોય તમને જે કાંઈ તે કરો ખુલ્લેઆમ તમે, છાનું છૂપું કરવું ઠીક નથી
આવી જાઓ તમે હવે નજર સામે અમારી કે, હવે અમારાથી રહેવાતું નથી
છુપાયા છો તમે એવા ઠેકાણે કે, તમને શોધવા સરળ કાર્ય નથી
માની લ્યો વિનંતી અમારી રે પ્રભુ, હવે વધારે વાર લગાડવી ઠીક નથી
માન્યું પ્રભુ નાનાને ત્યાં મોટા આવે એ વાત ઠીક નથી