View Hymn (Bhajan)
Hymn No. 1851 | Date: 02-Nov-19961996-11-021996-11-02નવી નવી ઇચ્છાઓને જગાવી ઇચ્છાઓમાં જ રમનારા પ્રભુને ક્યાંથી પામી શકેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=navi-navi-ichchhaone-jagavi-ichchhaomam-ja-ramanara-prabhune-kyanthi-pamiનવી નવી ઇચ્છાઓને જગાવી ઇચ્છાઓમાં જ રમનારા પ્રભુને ક્યાંથી પામી શકે
કપડા નીચેના નગ્ન તનને જોનારા, મનના સૂક્ષ્મ તાર સુધી ક્યાંથી પહોંચી શકે
લોભમોહમાં જે ફસાયા, એ નિર્મળતાનો અહેસાસ ક્યાંથી માણી શકે
સ્વાર્થમાં ને સ્વાર્થમાં વિતાવે જે જિંદગી, એ નિ:સ્વાર્થતાને ક્યાંથી પામી શકે
ના ઓળખ્યો હોય જેણે ખુદને પૂરો, એ અન્યને કઈ રીતે ઓળખી શકે
હૈયામાં ચિંતાના ધબકારા ધબકતા હોય, એ શાંતિથી ક્યાંથી જીવી શકે
તનના આકર્ષણમાં જે આકર્ષાયા, એ આત્માના ગુણ ક્યાંથી જાણી શકે
તારા-મારામાં જે રહે રચતા ને પચતા, એ સર્વસ્વ પ્રભુને અર્પણ ક્યાંથી કરી શકે
શ્વાસેશ્વાસે જે કરે પરનિંદા, એ આત્માનિરીક્ષણ ક્યાંથી કરી શકે
દુઃખદર્દની સંગ રહેવું હોય જેણે, આનંદની મોજ ક્યાંથી માણી શકે
નવી નવી ઇચ્છાઓને જગાવી ઇચ્છાઓમાં જ રમનારા પ્રભુને ક્યાંથી પામી શકે