View Hymn (Bhajan)
Hymn No. 4500 | Date: 08-Jun-20152015-06-082015-06-08મારા અવગુણોથી મને મુક્ત કરવા ચાહે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mara-avagunothi-mane-mukta-karava-chahe-chheમારા અવગુણોથી મને મુક્ત કરવા ચાહે છે
મને પૂર્ણ સ્વરૂપે સજાગ કરવા ચાહે છે
અંતર મારો આ વાતની સાખ પૂરે છે
સમજ પણ તો એમાં હામી ભરે છે
જન્મોજન્મનો થાક મારો ઉતારવા ચાહે છે
જનમફેરા મારા હવે તો તું ટાળે છે
ઊંચનીચના ભેદને તું ખતમ કરે છે
મને ઉત્તરોત્તર ઉત્તમ તું બનાવે છે
સમજણના સાજમાં રાગ તારા તું ભરે છે
સંગીત તારું, તું મને શીખવાડે છે
દર્દની ચાહમાંથી છુટકારો તું અપાવે છે
આનંદની લહેરમાં રાખી, તું રમાડે છે
મારા અવગુણોથી મને મુક્ત કરવા ચાહે છે