View Hymn (Bhajan)
Hymn No. 4501 | Date: 28-Aug-20152015-08-282015-08-28પાવન કરો રે માડી, પાવન કરોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pavana-karo-re-madi-pavana-karoપાવન કરો રે માડી, પાવન કરો,
અંતરને અમારા, તમારા તેજથી ભરો, પાવન કરો રે માડી ...
તેજે તેજે તમારા રે માડી, પથ અમારા પ્રકાશિત કરો, પાવન કરો રે માડી
તન-મનને અમારા, તમારું ધામ કરો, પાવન કરો રે માડી, પાવન કરો
હોય જે કરવાનું એ કરાવો, હોય જે કરાવવાનું માડી, તમે એ તો કરો ...
દૃષ્ટિમાં સૃષ્ટિ તમારી ને તમારી વિશુદ્ધતા ભરો રે માડી, પાવન ...
દિવ્ય પ્રકાશે તમારા રે માડી, અંધકારનો અંત કરો, પાવન કરો રે માડી ...
પ્રાર્થના અમારી ઉરે ધરો હે જગજનની, હવે ના વાર કરો, પાવન ...
શ્વાસોના તારમાં તાન તમારા, ને હૃદયમાં તમારો નાદ ભરો રે માડી
સમજ તમારી સ્થાપો અમારામાં, પ્રેમે તમારા એકાકાર કરી રે માડી
ભૂલીએ ભાન અમારું રે માડી, તમારામાં અમને સ્થિર કરો રે માડી
પોકારમાં પ્રેમ ભરો રે એવા, પરસે વર્ષે નિત્ય પ્રેમ, તમારા પ્રેમમાં તરબોળ કરો
પાવન કરો રે માડી, પાવન કરો ...
પાવન કરો રે માડી, પાવન કરો