View Hymn (Bhajan)
Hymn No. 4499 | Date: 08-Jun-20152015-06-082015-06-08સંબંધોમાં તમે રે વસો વાલા, મારા મનમાં તમે રે વસોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambandhomam-tame-re-vaso-vala-mara-manamam-tame-re-vasoસંબંધોમાં તમે રે વસો વાલા, મારા મનમાં તમે રે વસો
આપો આશિષ એવા રે વાલા મારા, તમે રે અમને
અમારી દૃષ્ટિ ને દિલમાં, તમે ને તમે રે વસો
ના રહે કાંઈ અલગ તમારાથી, ના કાંઈ જુદું રહે
નજર નિહાળે સતત તમને ને તમને, તમે એવા વસો
ના રહે કોઈ જુદાઈ, ના રહે કોઈ બીજું, એવું રે કરો
ના રહે અહેસાસ કોઈ, બાકી હર અહેસાસમાં તમે રમો
શ્વાસે શ્વાસે હૈયે તમે ને તમે રે હશો, વાલા મારા
દર્દના ડાયરામાં, પ્યારભર્યા વાયદામાં, તમે ને તમે ...
સૃષ્ટિમાં અમારી રે વાલા, સર્જન એવું રે કરો કે
તમે ને તમે રહો બસ, તમે ને તમે તો રહો ...
સંબંધોમાં તમે રે વસો વાલા, મારા મનમાં તમે રે વસો