View Hymn (Bhajan)

Sr No. 431 | Date: 18-Oct-19931993-10-18મરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=maravum-nathi-re-sahelum-maravum-nathi-re-sahelum-khai-khaine-taro-maraમરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલું

મારે જ્યારે તું માર, પ્રભુ મને મીઠો લાગે ત્યારે માયાનો રે માર, મરવું નથી રે સહેલું

કહેવું છે સહેલું, કરવું નથી રે એટલું તો સહેલું, અનુભવવું છે તો બહુ અઘરું પ્રભુ

ખુદને મારવું છે બહુ રે અઘરું પ્રભુ, મરવું નથી રે સહેલું

ખુમારી જગાવવી છે હૈયે તો બહુ અઘરી, જગાવવું અભિમાન છે બહુ સહેલું

જાગે હૈયે અભિમાન તો પહેલું ને પહેલું, માર ખાધા વિના અમે બચ્યા નથી

માયાનો માર બહુ રે ખાધો પ્રભુ, તારો માર હવે સહન થાતો નથી

દાનવ મટી માનવ બનવું બહુ અઘરું છે, વસાવવી માનવતા હૈયે સહેલી નથી

કરવી ખોટી વાતો સહેલી છે રે જીવનમાં, સચ્ચાઈનો સામનો કરવો સહેલો નથી

ખુદમાંથી ખુદા બનવું અઘરું છે રે જીવનમાં, વસવું પ્રભુના દિલમાં સહેલું નથી

મરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલું
Maravum nathi re sahelum, maravum nathi re sahelum, khai khaine taro mara, maravum nathi re sahelum

View Original
Increase Font Decrease Font

મરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલું

મારે જ્યારે તું માર, પ્રભુ મને મીઠો લાગે ત્યારે માયાનો રે માર, મરવું નથી રે સહેલું

કહેવું છે સહેલું, કરવું નથી રે એટલું તો સહેલું, અનુભવવું છે તો બહુ અઘરું પ્રભુ

ખુદને મારવું છે બહુ રે અઘરું પ્રભુ, મરવું નથી રે સહેલું

ખુમારી જગાવવી છે હૈયે તો બહુ અઘરી, જગાવવું અભિમાન છે બહુ સહેલું

જાગે હૈયે અભિમાન તો પહેલું ને પહેલું, માર ખાધા વિના અમે બચ્યા નથી

માયાનો માર બહુ રે ખાધો પ્રભુ, તારો માર હવે સહન થાતો નથી

દાનવ મટી માનવ બનવું બહુ અઘરું છે, વસાવવી માનવતા હૈયે સહેલી નથી

કરવી ખોટી વાતો સહેલી છે રે જીવનમાં, સચ્ચાઈનો સામનો કરવો સહેલો નથી

ખુદમાંથી ખુદા બનવું અઘરું છે રે જીવનમાં, વસવું પ્રભુના દિલમાં સહેલું નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

maravuṁ nathī rē sahēluṁ, maravuṁ nathī rē sahēluṁ, khāī khāīnē tārō māra, maravuṁ nathī rē sahēluṁ

mārē jyārē tuṁ māra, prabhu manē mīṭhō lāgē tyārē māyānō rē māra, maravuṁ nathī rē sahēluṁ

kahēvuṁ chē sahēluṁ, karavuṁ nathī rē ēṭaluṁ tō sahēluṁ, anubhavavuṁ chē tō bahu agharuṁ prabhu

khudanē māravuṁ chē bahu rē agharuṁ prabhu, maravuṁ nathī rē sahēluṁ

khumārī jagāvavī chē haiyē tō bahu agharī, jagāvavuṁ abhimāna chē bahu sahēluṁ

jāgē haiyē abhimāna tō pahēluṁ nē pahēluṁ, māra khādhā vinā amē bacyā nathī

māyānō māra bahu rē khādhō prabhu, tārō māra havē sahana thātō nathī

dānava maṭī mānava banavuṁ bahu agharuṁ chē, vasāvavī mānavatā haiyē sahēlī nathī

karavī khōṭī vātō sahēlī chē rē jīvanamāṁ, saccāīnō sāmanō karavō sahēlō nathī

khudamāṁthī khudā banavuṁ agharuṁ chē rē jīvanamāṁ, vasavuṁ prabhunā dilamāṁ sahēluṁ nathī
Explanation in English Increase Font Decrease Font

Dying is not easy, dying is not easy; enduring Your blows over and over, dying is not easy.

When You strike Your blows, O Lord, then the blow of Maya (worldly illusion) tastes sweet to me; dying is not easy.

Saying it is easy, but doing it is not that easy; experiencing it is incredibly difficult, O Lord.

To kill one's own ego is immensely hard, O Lord; dying is not easy.

To awaken true spiritual dignity in the heart is very difficult, but awakening pride is very easy.

When pride awakens in the heart at the very first instance, we are never saved from being struck down.

I have endured the blows of Maya for so long, O Lord; now, I cannot bear Your transformative blows any longer.

To stop being a demon and become a true human is very hard; embedding humanity in the heart is not easy.

Making false promises and empty talk is easy in life, but facing the truth is not easy.

To rise from being a mere human (Khud) to attaining divinity (Khuda) is hard in life; dwelling in the Lord's heart is not easy.