પ્રેમ આંધળો નથી, પ્રેમ આંધળો નથી, કહે છે ને માને છે ,જે એણે પ્રેમ કર્યો નથી
વિકારોની સંગ બાંધી છે પ્રીત એમણે, પ્રેમ સુધી પહોંચી શક્યા નથી
મોહની દીવારોમાં રહ્યા છે ટકરાતા, જ્યાં અંધકાર સિવાય બીજું કાંઈ નથી
રહ્યા છે બંધનોમાં બંધાતા ને બંધાતા, પ્રેમની મુક્તિ માણી નથી
છે પ્રેમ શું એ જાણી શક્યા નથી, પ્રેમની સાચી પરિભાષા સુધી પહોંચી શક્યા નથી
પ્રેમ તો છે એક દિવ્ય ચક્ષુ, જે દિવ્યતાનાં દર્શન કરાવ્યા વિના રહેતાં નથી
પ્રેમ તો છે એક એવી ઔષધિ જે જન્મો-જન્માંતરના દર્દ મિટાવ્યા વિના રહેતી નથી
પ્રેમ તો છે એવો એક અહેસાસ, જેના વિના મુક્તિ સંભવ નથી
છે એ તો એવી ધારદાર તલવાર, જે સઘળાં બંધન કાપ્યા વિના રહેતી નથી
પ્રેમ તો છે એક જ હથિયાર, જેનાથી પ્રભુ પણ ઘાયલ થયા વિના રહેતા નથી
- સંત શ્રી અલ્પા મા
prēma āṁdhalō nathī, prēma āṁdhalō nathī, kahē chē nē mānē chē ,jē ēṇē prēma karyō nathī
vikārōnī saṁga bāṁdhī chē prīta ēmaṇē, prēma sudhī pahōṁcī śakyā nathī
mōhanī dīvārōmāṁ rahyā chē ṭakarātā, jyāṁ aṁdhakāra sivāya bījuṁ kāṁī nathī
rahyā chē baṁdhanōmāṁ baṁdhātā nē baṁdhātā, prēmanī mukti māṇī nathī
chē prēma śuṁ ē jāṇī śakyā nathī, prēmanī sācī paribhāṣā sudhī pahōṁcī śakyā nathī
prēma tō chē ēka divya cakṣu, jē divyatānāṁ darśana karāvyā vinā rahētāṁ nathī
prēma tō chē ēka ēvī auṣadhi jē janmō-janmāṁtaranā darda miṭāvyā vinā rahētī nathī
prēma tō chē ēvō ēka ahēsāsa, jēnā vinā mukti saṁbhava nathī
chē ē tō ēvī dhāradāra talavāra, jē saghalāṁ baṁdhana kāpyā vinā rahētī nathī
prēma tō chē ēka ja hathiyāra, jēnāthī prabhu paṇa ghāyala thayā vinā rahētā nathī
|
Explanation in English
|
|
“Love is not blind, love is not blind”, those who say this and believe this, they have not been in love.
They have bound their affection with negativities, they have not been able to reach Upto love.
They have been colliding with the wall of attachments, there is only darkness over there.
They have been caught and bound in bondages and bondages, they do not believe in the liberation of love.
They have not been able to know what is love, they have not been able to reach to the true definition of love.
Love is a divine eye which does not stop without giving the vision of the divine.
Love is such a medicine that can abolish the pain of several lifetimes.
Love is such a unique feeling without which liberation is not possible.
It is such a sharp sword which breaks all bondages.
Love is that one weapon with which even God is wounded.
|