View Hymn (Bhajan)
Sr No. 782 | Date: 02-Jun-19941994-06-021994-06-02મારી નથી શક્તો કોઈ બહારવાળો, મારી નથી શકવાનો કોઈ તનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mari-nathi-shakto-koi-baharavaloમારી નથી શક્તો કોઈ બહારવાળો, મારી નથી શકવાનો કોઈ તને
ખુદ ખુદના હાથે જ તું મરતો જાય છે
નહીં મારે માર કોઈ અન્ય તને, તું ખુદ જ ખુદને મારતો ને પીટતો જાય છે
ઇચ્છાઓના તોરણ બાંધીને ઘર આંગણે, પ્રગટાવીને જૂઠી આશાના દીપક
લોભ મોહમાં અંધ તું એવો બની જાય છે, કે ખુદને મારતો તું જાય છે
મજબૂર નથી કરી શક્તો કોઈ તને, તારા સ્વાર્થથી તું મજબૂર થઈ જાય છે
હેરાન નથી કરી શક્તો તને કોઈ, તારું અભિમાન જ હેરાન તને કરી જાય છે
વિકારોના દંડાથી માર ખાઈ ખાઈને, તું મરતો ને મરતો જાય છે
જીવનમાં જીવવાનું શીખવાને બદલે, મરવાનું પસંદ તું કરતો જાય છે
આત્મવિશ્વાસથી અજાણ, તું ખુદને કેમ અશક્ત સમજતો જાય છે
કરે છે જ્યાં તું કાર્ય એવા, કે માર એમાં તને મળતો ને મળતો જાય છે
મારી નથી શક્તો કોઈ બહારવાળો, મારી નથી શકવાનો કોઈ તને