View Hymn (Bhajan)
Hymn No. 1749 | Date: 16-Sep-19961996-09-161996-09-16મારું તારું ભૂલીને પ્રભુ, તારી ભક્તિ કરવા હું ચાહું છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=marum-tarum-bhuline-prabhu-tari-bhakti-karava-hum-chahum-chhumમારું તારું ભૂલીને પ્રભુ, તારી ભક્તિ કરવા હું ચાહું છું
ના તારાથી દૂર ના તારી પાસે હું તો, પ્રભુ તારામાં એકરૂપ થાવા ચાહું છું
ભૂલવું છે બધું રે મારે, ભૂલીને બધું, તને યાદ કરવા હું ચાહું છું
રહે હરપળ ને હરશ્વાસે તું ને તું, ના અન્યની હાજરી હું ચાહું છું
માન-અપમાનને ભૂલીને, તારી મહાનતાને યાદ કરવા હું ચાહું છું
સ્વપ્નું છે આ મારું પ્રભુ, એને સાકાર કરવા હું ચાહું છું
ભૂલીને અન્યના દોષને પ્રભુ, તારાં ગુણગાન કરવા ચાહું છું
મળ્યો છે જે મોકો મને જીવનમાં, એમાં સફળતા હું ચાહું છું
ચિંતા કરી ઘણી રે ખોટી, હવે બધું પ્રભુ તને સોંપવા ચાહું છું
પારકી પંચાતે પછાડ્યો છે મને ઘણો નીચો પ્રભુ, હું ઉપર ઊઠવા ચાહું છું
પ્રભુ તારી ભક્તિમાં વીતે મારી, બધી રે પળો એવું હું ચાહું છું
પામું પ્રભુ શરણું તારું આ જીવનને, સાર્થક કરવા હું ચાહું છું
મારું તારું ભૂલીને પ્રભુ, તારી ભક્તિ કરવા હું ચાહું છું