તારી સંગ પ્રભુ મીઠા મીઠા ઝઘડા કરવાની મઝા આવી જાય છે
તારા હાસ્યનું ખડખડાટ સાંભળીને દિલ મારું ઝૂમી જાય છે
પ્રભુ છે તું એટલો મીઠો કે તારી હર અદા પર મને મરી મીટવાનું મન થાય છે
મન મારું પ્રભુ તારા સંગ ને તારા સાથ વિના બેચેન બની જાય છે
તારા પ્યારભર્યા શબ્દો મારામાં પ્રભુશક્તિનું સિંચન કરી જાય છે
જીવન જીવવા કાજે જોઈએ શક્તિ એ તો મને આપી જાય છે
દિલ મારું પ્રભુ ધીરેધીરે તારા રંગમાં રંગાતું ને રંગાતું જાય છે
તારી સતત હાજરી માટે પ્રભુ એ પુરુષાર્થ કરવા તૈયાર થઈ જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārī saṁga prabhu mīṭhā mīṭhā jhaghaḍā karavānī majhā āvī jāya chē
tārā hāsyanuṁ khaḍakhaḍāṭa sāṁbhalīnē dila māruṁ jhūmī jāya chē
prabhu chē tuṁ ēṭalō mīṭhō kē tārī hara adā para manē marī mīṭavānuṁ mana thāya chē
mana māruṁ prabhu tārā saṁga nē tārā sātha vinā bēcēna banī jāya chē
tārā pyārabharyā śabdō mārāmāṁ prabhuśaktinuṁ siṁcana karī jāya chē
jīvana jīvavā kājē jōīē śakti ē tō manē āpī jāya chē
dila māruṁ prabhu dhīrēdhīrē tārā raṁgamāṁ raṁgātuṁ nē raṁgātuṁ jāya chē
tārī satata hājarī māṭē prabhu ē puruṣārtha karavā taiyāra thaī jāya chē
Explanation in English
I enjoy doing small sweet fights with you, Oh God.
Listening to the tinkling of your laughter, my heart dances, Oh God.
You are so sweet that I am floored by all your nuances and style, Oh God.
Without your companionship and support, my heart becomes restless; Oh God.
Your love filled words immerse me with divine energy; Oh God.
It gives me the energy that is required to live life, Oh God.
My heart is slowly becoming one in your colours, Oh God.
To have your constant presence, my heart is ready to do all efforts, Oh God.