View Hymn (Bhajan)
Sr No. 904 | Date: 01-Aug-19941994-08-011994-08-01મર્યાદા જ્યાં મટી જાય છે, શરમ જ્યાં ઘટી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=maryada-jyam-mati-jaya-chhe-sharama-jyam-ghati-jaya-chheમર્યાદા જ્યાં મટી જાય છે, શરમ જ્યાં ઘટી જાય છે
લડાઈ ને ઝઘડા વિના ત્યાં બીજું કાંઈ ના થાય છે
સમજણ જ્યાં મટી જાય છે, સહનશીલતા જ્યાં ઘટી જાય છે
સંગ ત્યાં અન્યના છૂટી જાય છે, સાથ સાથીદારોના છૂટી જાય છે
વિનય-વિવેક જ્યાં મટી જાય છે, આવકારના ભાવો જ્યાં ઘટી જાય છે
વર્તન આવા એકલતાને નોતરું આપી જાય છે
વેર જ્યાં વધી જાય છે, ઈર્ષ્યા જ્યાં વધતી ને વધતી જાય છે
જીવન ત્યાં ધ્વંશ બની જાય છે, બધું એમાં બળી જાય છે
આમન્યા જ્યાં ના જળવાય છે, બેફામ વર્તન જ્યાં વર્તાય છે
સુખચેન જીવનમાંથી ત્યાં ખોવાઈ જાય છે
મર્યાદા જ્યાં મટી જાય છે, શરમ જ્યાં ઘટી જાય છે