View Hymn (Bhajan)
Sr No. 4518 | Date: 16-Apr-20162016-04-162016-04-16વર્તનમાં નર્તન કરતા રહ્યા, અસ્થિર ને અસ્થિર સદા રહ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vartanamam-nartana-karata-rahya-asthira-ne-asthira-sada-rahyaવર્તનમાં નર્તન કરતા રહ્યા, અસ્થિર ને અસ્થિર સદા રહ્યા
પળ પળના નર્તનમાં રહ્યા, હલતા-ચંચળતાને વધારતા રહ્યા
ના ત્યજી શક્યા વૃત્તિઓ ખુદની, એના નાચે તો સદા નાચતા રહ્યા
સુખસગવડ તો ચાહી એવી, કે ભોગ શાંતિનો આપતા રહ્યા
ના સમજાયું આ જીવનમાં જે, આખરે અમે શું કરતા રહ્યા
ખેલ ખેલીને બુદ્ધિના અવળા, ખુદને હોશિયાર સાબિત કરતા રહ્યા
આમ થઈ જાય, તેમ થઈ જાય, બસ પળ એમાં ખોતા રહ્યા
ના કરી શક્યા પ્રાપ્ત કરવાનું, ના સાયાં વર્તન કરી શક્યા
ખુદને સિદ્ધ કરવા, અન્યને judge અમે કરતા રહ્યા
બેઠા એકતામાં તો જોયું, અશાંતિના ધામા અમે ધારણ કર્યા
મળ્યું હતું આ જીવન જે પરિવર્તન કાજે, એ તો ના કરી શક્યા ...
વર્તનમાં નર્તન કરતા રહ્યા, અસ્થિર ને અસ્થિર સદા રહ્યા