View Hymn (Bhajan)
Sr No. 4814 | Date: 25-Mar-20192019-03-252019-03-25માટીનો માણસ તું માટીનો રહ્યોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=matino-manasa-tum-matino-rahyoમાટીનો માણસ તું માટીનો રહ્યો,
તોય ખુદને તું અલગ ને અલગ સમજીને રહ્યો
રહ્યો બંગલામાં કે ઝૂંપડામાં, રહ્યો કાયામાં કેદ, તું આઝાદ કેમ સમજી રહ્યો
કર્મોએ આપી ઓળખાણ તારી, તોય જગને તારી ઓળખાણ આપતો રહ્યો
રહી તારી એ ને એ જ દિનચર્યા, ખાવું-પીવું-સૂવું ને ઊઠવું, અન્યથી અલગ શાને સમજી રહ્યો છે
રહ્યો છે પરમ તત્ત્વ તો આ જગને ચલાવતો, આ વાતથી અજાણ કેમ રહ્યો
અહંકારના આવેશ ને જૂઠા ગુમાનમાં રહ્યો ફરતો, હાંસલ તેં શું કર્યું
ખોટી શાનોશૌકત માટે પરમપિતા પરમેશ્વરને ભૂલ્યો, ગુમાવીને બધું પામ્યો તો શું
ભાન ભૂલીને જીવન જીવ્યો, સતત મનોરંજન તું કરતો રહ્યો
કર્યું અને ચાહ્યું આ બધું આનંદ કાજે, હૈયે તો આનંદ ના મળ્યો
લરી ઘણી ઘણી તેં તારી જાતને, માલ મિલકતથી રે જીવનમાં
જીવનમાં કેમ અંતર તારું, ખાલી ને ખાલી રહ્યું
માટીનો માણસ તું માટીનો રહ્યો