View Hymn (Bhajan)
Hymn No. 4514 | Date: 16-Apr-20162016-04-162016-04-16નવ નવ નોરતાંની રાત આવી, મારી માડી, પાછી મળવા સહુને રે આજSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nava-nava-noratanni-rata-avi-mari-madi-pachhi-malava-sahune-re-ajaનવ નવ નોરતાંની રાત આવી, મારી માડી, પાછી મળવા સહુને રે આજ
ના મળી મને, પૂરી થઈ ગઈ નોરતાની રાત, તો વાત શું થઈ ગઈ
ચાહતી હતી હર બાળને મળવા એ તો, જોતીતી રાહ એની રે એ તો
તો મારી માડી, પાછી કેમ ફરી ગઈ, પાછી કેમ ચાલી ગઈ
આવી આવીને દ્વારે રે માડી, માડી પાછી કેમ ફરી ગઈ
કર્યાં વ્રત, કર્યા જપ, કરી આરતી, ધરાવ્યાં ફૂલ કર્યા ધૂપ
ઓછું શું આવી ગયું મા, મારા દ્વારેથી પાછી કેમ ચાલી ગઈ
જોઈતું ના હતું કાંઈ એને, તોય કમી ક્યાં રહી ગઈ
સાચા હૃદયના પોકારની જોતી રહી ગઈ, રાહ ના મળતા એ દુઃખી થઈ ગઈ
રોજ રોજ આવી એ હરએક દ્વારે, પણ મુલાકાત ના થઈ
કરી કોશિશો ઘણી એણે કે ખૂલે કોઈ દ્વાર, બાળને મળવા અધીરી થઈ ગઈ
રચ્યા રહ્યા સહુ બાળ એના વિકારોમાં, કે પુકાર એની ના સંભાળી શક્યા
આવી આવીને માડી મારી, દ્વારેથી પાછી ફરી ગઈ
નવ નવ નોરતાંની રાત આવી, મારી માડી, પાછી મળવા સહુને રે આજ