View Hymn (Bhajan)
Hymn No. 599 | Date: 14-Jan-19941994-01-141994-01-14નવો-નવો છે દિવસ ને જૂનો જૂનો છે તારો આ વ્યવહારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=navonavo-chhe-divasa-ne-juno-juno-chhe-taro-a-vyavaharaનવો-નવો છે દિવસ ને જૂનો જૂનો છે તારો આ વ્યવહાર,
કરમાયા પછી પણ રહે સદા ખીલતા, આ છે આવા પુષ્પનો હાર,
નવા-નવા સંબંધ છે અને જૂની જૂની છે રીત, નવાજૂની વચ્ચે છે આ તો કેવી પ્રીત,
નાચ નચાવે સહુને તો જગમાં, સંબંધના બંધનની છે આવી રે રીત,
ક્યારેક જિત તો ક્યારેક છે હાર, છે કહાની આ તો છે આ તો જીવનનો વ્યવહાર
બાંધ્યા સંબંધ નવા-નવા, કર્યો નિભાવવા એને વ્યવહાર, લાગે છે આ બધું થાતા પળવાર
છે બધો વ્યવહાર ભલેને જૂઠો, તોય કરવો પડે છે ખૂબ જતનથી એનો નિભાવ
નાજુક નાજુક તાંતણા કરી ભેગા, કરવો પડે છે ખૂબ જતનથી એનો નિભાવ
હરએક દિવસ તારો જોજો ખાસ, આ ક્રિયા કરવામાં ને સંબંધ બાંધવામાં, વીતી ના જાય
ના કરજે એવું, જ્યારે સમજાય ત્યારે પસ્તાવા વગર બીજું કાંઈ ના થાય
નવો-નવો છે દિવસ ને જૂનો જૂનો છે તારો આ વ્યવહાર