View Hymn (Bhajan)
Hymn No. 2993 | Date: 13-Nov-19981998-11-131998-11-13મૂર્ખતા ભરી વાતો ને મૂર્ખતાભર્યો વ્યવહાર, પ્રભુને ગમતો નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=murkhata-bhari-vato-ne-murkhatabharyo-vyavahara-prabhune-gamato-nathiમૂર્ખતા ભરી વાતો ને મૂર્ખતાભર્યો વ્યવહાર, પ્રભુને ગમતો નથી
મૂર્ખાઈનો શિકાર બને તું જીવનમાં, એ પ્રભુને મારા ગમતું નથી
હરપળ સજાગ ને સાવચેતીભર્યુ વર્તન, ખુશી આપ્યા વિના રહેતું નથી
અધૂરા ચિત્ત ને અધૂરા ધ્યાન સાર્થ કર્યા, કોઈ પાર પડતું નથી
ક્યાંક ને ક્યાંક થાય એમાં ગડબડ, જે ત્રાસ આપ્યા વિના રહેતી નથી
પ્રભુને ભજે જીવનમાં, દયા તારા દિલમાં જાગે, એમાં કાંઈ ખોટું નથી
પણ દુનિયાના હાથે મૂર્ખતામાં તું ખપે, આ વાત પ્રભુને ગમતી નથી
જીવનમાં પામવું હોય તને બધું તો મૂર્ખાઈ મટાવ્યા વિના ચાલવાનું નથી
મૂર્ખતાને ગણાવે તું તારી દિલાવરી, વાત આ છુપાઈ છૂપતી નથી
જીવનમાં રહેવું પડશે સદા સજાગ, એના વગર ચાલવાનું નથી
મૂર્ખતા ભરી વાતો ને મૂર્ખતાભર્યો વ્યવહાર, પ્રભુને ગમતો નથી