View Hymn (Bhajan)
Hymn No. 2994 | Date: 13-Nov-19981998-11-131998-11-13તમે આવ્યા એ પણ કહીને ના આવ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tame-avya-e-pana-kahine-na-avyaતમે આવ્યા એ પણ કહીને ના આવ્યા
હવે જાઓ ત્યારે કહ્યા વિના તમે ના જાતા,
મળી પળ બે પળ જીવનમાં જે યાદની, એ તમે લૂંટીને ના જાતા
ઉતરી ગયા હતા તમે હૈયામાં એવા તો ઉંડા, અમે ઉતરી ના શક્યા
ના જાણી શક્યા તમારા ભેદને પણ, તમારાથી કાંઈ છુપાવી ના શક્યા
પ્રેમની ગલીઓથી હતા અમે અજાણ, પ્રેમમાં માહિર અમને બનાવી દીધા
આવીને તમે હૈયાને હરિયાળું બનાવી ગયા, જઈને એને હેરાન ના કરી જતા
ખેલ્યા ખેલ તમે સંગ અમારી, ઘણા ખેલ છુપાછૂપીના ખેલતા
પામ્યું છે ચેન અમે માંડ માંડ, પાછા બેચેન કરી ના જાતા
કીધા વિના અમને તમે ક્યાંય ચાલ્યા ના જાતા
તમે આવ્યા એ પણ કહીને ના આવ્યા