View Hymn (Bhajan)
Hymn No. 4856 | Date: 29-Oct-20192019-10-292019-10-29ના જાગ્રત રહેવાય છે, ના નિજ ભાન ભુલાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-jagrata-rahevaya-chhe-na-nija-bhana-bhulaya-chheના જાગ્રત રહેવાય છે, ના નિજ ભાન ભુલાય છે
ના ભ્રમણાનાં દ્વાર બંધ થાય છે
પૂર્ણ પ્રેમથી ના તને યાદ કરાય છે
આ કેવી અવસ્થા પ્રભુ, તારી પાસે બેસીને ના પાસે તારી બેસાય છે
જીવન વીતતું જાય છે, પામવાનું ના પમાય છે
પ્રીતની કરું શું વાત, કે પહેચાન અધૂરી રહી જાય છે
માયા ને માયામાં મન રમતું જાય છે, જીવન બસ આમ જ વીતતું જાય છે
ના જાગ્રત રહેવાય છે, ના નિજ ભાન ભુલાય છે