View Hymn (Bhajan)
Hymn No. 2512 | Date: 20-Jul-19981998-07-201998-07-20ના મુખે મુખથી વાત થાય, ના ઇઝહાર કે ઇકરારનો આવાજ થાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-mukhe-mukhathi-vata-thaya-na-ijahara-ke-ikararano-avaja-thayaના મુખે મુખથી વાત થાય, ના ઇઝહાર કે ઇકરારનો આવાજ થાય
નયનોથી નયનોના વાર થાય, ના કાંઈ એમાં કહેવાય
ઊંડે ઊંડે ઉતરી જાય નશેનશમાં, સમાઈ જાય એને પ્યાર કહેવાય
પ્યાર નથી કાંઈ કોઈ દેખાવો, ના પ્યાર ની કોઈ જાહેરાત થાય
નયનોમાંથી વર્ષે એવો કે, દિલને એ ઘાયલ કરી જાય, પ્યાર એને કહેવાય
કહેવાથી ના પ્યાર કરાય, ના પ્યારની ચર્ચા સરેઆમ કરાય
શોભે એ તો મર્યાદામાં કે, પ્યાર એ તો અનુભવની પહેલેપાર ગણાય
બદલે સંજોગો, બદલે ભાવનાઓ, તોય બદલી એમાં ના થાય, પ્યાર એને …
જેટલું આપીએ એટલું ઓઠું લાગે, ના લેવાની તમન્ના કરાય, પ્યાર એને ...
ના જાગે ભેદભાવ કદી એની અખંડ ધારા, હૈયેથી વહેતી જાય, પ્યાર એને …
ના મુખે મુખથી વાત થાય, ના ઇઝહાર કે ઇકરારનો આવાજ થાય