View Hymn (Bhajan)
Hymn No. 2546 | Date: 04-Aug-19981998-08-041998-08-04સંજોગોના અણસાર પરથી, વર્તન ખુદનું બદલવું પડશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogona-anasara-parathi-vartana-khudanum-badalavum-padasheસંજોગોના અણસાર પરથી, વર્તન ખુદનું બદલવું પડશે
જીવનમાં વધવું હશે જો આગળ તો, બધું તો જીવનમાં કરવું પડશે
હસતાં હસાવતા જીવનમાં, હર કામને પ્યારથી કરવું પડશે
ભૂલીને ભેદ જીવનમાં હસતાં રમતાં, બધાની સાથે ભળવું પડશે
પામવું હશે જીવન તારે જો એ પ્રમાણે, રાહ પર તો ચાલવું પડશે
નહીં ચાલે જો એ રાહ પર તો, સ્વપ્ન હકીકતમાં ના બદલાશે
બધું કરી શકે છે તું, બધું પામી શકે છે તું, તારી શક્તિને પહેચાનવી પડશે
નદીના નિર્મળ પાણીની જેમ, આગળ ને આગળ વધવું પડશે
પરવા કર્યા વગર કીચડ કે કચરાની, પવિત્રતા પોતાની ટકાવવી પડશે
ડગલે ને પગલે જીવનમાં તો સાવધાની વર્તવી પડશે
સંજોગોના અણસાર પરથી, વર્તન ખુદનું બદલવું પડશે