View Hymn (Bhajan)
Sr No. 1618 | Date: 22-Jul-19961996-07-221996-07-22નજર નજરથી પીએ ને હૈયું એમાં નૃત્ય કરેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=najara-najarathi-pie-ne-haiyum-emam-nritya-kareનજર નજરથી પીએ ને હૈયું એમાં નૃત્ય કરે
છે પ્રેમના જામ રે એવા, પીનારા એ તો પીતા રહે
ના થાય સંતોષ કદી એનાથી, બસ એ તો પીયા કરે
કરે પ્રેમ એ તો જાણે, બાકી શું આ વાતને જાણી શકે
પીતા પ્રેમના રે જામ દિવ્ય દૃષ્ટિ તો મળે, અંધકાર દૂર હટે
ભુલાઈ જાય ત્યારે બધું જ્યાં, ખુદ ને ખુદની ઓળખ મળે
ચડે નશો એવો રે જે, અન્ય નશાને ચડવા ના દે
મિટાવે જન્મોજન્મના દુઃખ-સંતાપો, પરમ શાંતિ અર્પણ કરે
પ્રેમના જામ પીવા નથી સહેલા, ના બધા કાંઈ પી શકે
મસ્તક ઉતારી જે શકે, પ્રેમ એ જીવનમાં કરી શકે
નજર નજરથી પીએ ને હૈયું એમાં નૃત્ય કરે