View Hymn (Bhajan)

Sr No. 4616 | Date: 15-Jun-20172017-06-15ના શિવને શક્તિથી જુદા જાણો, ના શક્તિને શિવથી જુદા માનોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-shivane-shaktithi-juda-jano-na-shaktine-shivathi-juda-manoના શિવને શક્તિથી જુદા જાણો, ના શક્તિને શિવથી જુદા માનો

શિવમાં રહ્યા શક્તિ ને શક્તિમાં સદા શિવ સમાયા

કોઈએ શિવને આરાધ્યા બનાવ્યા, તો કોઈ શક્તિને પૂજ્યા

ભાવે ભાવે વ્યક્ત થયા ભાવો સહુના જુદા, ના એથી કાંઈ ફરક આવ્યા

જે ચાલ્યા રાહે સાચી, એ તો સાચી સમજને પામ્યા

રહ્યા રાચ્યા જે ભેદભાવમાં, એ તો સદા ભરમાયા

એક જ અસ્તિત્વ, એક જ રૂપ, એક જ સ્વરૂપ, આ સત્ય ના કદી બદલાયાં

શિવે કર્યું આ સૃષ્ટિનું નિર્માણ, ને એની શક્તિથી જગના વ્યવહાર ચાલ્યા

શિવ અને શક્તિનાં જેણે ભક્તિથી આહવાન કર્યાં

ભાંગ્યા ભેદ-ભરમ એના સઘળા, સત્યના સાક્ષાત્કાર ત્યાં એને થયા

શિવ ને સૃષ્ટિના મિલનથી ચાલે છે બધું, અનુભવ એ એને થયા

ના શિવને શક્તિથી જુદા જાણો, ના શક્તિને શિવથી જુદા માનો
Na shivane shaktithi juda jano, na shaktine shivathi juda mano

View Original
Increase Font Decrease Font

ના શિવને શક્તિથી જુદા જાણો, ના શક્તિને શિવથી જુદા માનો

શિવમાં રહ્યા શક્તિ ને શક્તિમાં સદા શિવ સમાયા

કોઈએ શિવને આરાધ્યા બનાવ્યા, તો કોઈ શક્તિને પૂજ્યા

ભાવે ભાવે વ્યક્ત થયા ભાવો સહુના જુદા, ના એથી કાંઈ ફરક આવ્યા

જે ચાલ્યા રાહે સાચી, એ તો સાચી સમજને પામ્યા

રહ્યા રાચ્યા જે ભેદભાવમાં, એ તો સદા ભરમાયા

એક જ અસ્તિત્વ, એક જ રૂપ, એક જ સ્વરૂપ, આ સત્ય ના કદી બદલાયાં

શિવે કર્યું આ સૃષ્ટિનું નિર્માણ, ને એની શક્તિથી જગના વ્યવહાર ચાલ્યા

શિવ અને શક્તિનાં જેણે ભક્તિથી આહવાન કર્યાં

ભાંગ્યા ભેદ-ભરમ એના સઘળા, સત્યના સાક્ષાત્કાર ત્યાં એને થયા

શિવ ને સૃષ્ટિના મિલનથી ચાલે છે બધું, અનુભવ એ એને થયા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā śivanē śaktithī judā jāṇō, nā śaktinē śivathī judā mānō

śivamāṁ rahyā śakti nē śaktimāṁ sadā śiva samāyā

kōīē śivanē ārādhyā banāvyā, tō kōī śaktinē pūjyā

bhāvē bhāvē vyakta thayā bhāvō sahunā judā, nā ēthī kāṁī pharaka āvyā

jē cālyā rāhē sācī, ē tō sācī samajanē pāmyā

rahyā rācyā jē bhēdabhāvamāṁ, ē tō sadā bharamāyā

ēka ja astitva, ēka ja rūpa, ēka ja svarūpa, ā satya nā kadī badalāyāṁ

śivē karyuṁ ā sr̥ṣṭinuṁ nirmāṇa, nē ēnī śaktithī jaganā vyavahāra cālyā

śiva anē śaktināṁ jēṇē bhaktithī āhavāna karyāṁ

bhāṁgyā bhēda-bharama ēnā saghalā, satyanā sākṣātkāra tyāṁ ēnē thayā

śiva nē sr̥ṣṭinā milanathī cālē chē badhuṁ, anubhava ē ēnē thayā